ગુજરાત
News of Wednesday, 15th January 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 191 કરોડની કિંમતનું એરક્રાફ્ટ કાલથી પ્રથમ ઉડાન ભરશે

કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે.

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. કાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. રૂ.191 કરોડનું એર ક્રાફટ આવતીકાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લઈ શકશે.

   ગુજરાત સરકારે 20 વર્ષ બાદ નવુ એર ક્રાફ્ટ ખરીદ્યુ છે. નવું પ્લેન ખરીદવાની જરૂરીયાત હોવાથી સરકારે નવુ એરફ્રાફ્ટ ખરીદ્યુ છે. ગુજરાતની ભાજપ સરકારે આખરે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂ.191 કરોડના નવા વિમાનની ખરીદી કરી છે.

 અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્વેન્કી ટુ એન્જિન બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 આવતા બે અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે. નવું વિમાન 12 મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે અને તેની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. વિમાન આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે

(1:35 pm IST)