ગુજરાત
News of Wednesday, 15th January 2020

રાજપીપળાના નમીતાબેન મકવાણાને દેશની શ્રેષ્ઠ ૫૧ મહિલાઓ સાથે ગૌરવ પારિતોષીક એનાયત

રાજપીપળાઃ ઉત્ત્।રપ્રદેશ મથુરાની બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ગુજરાતના રાજપીપળાના શિક્ષિકા અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણાને દેશની ૫૧ શ્રેષ્ઠ મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ અપાયો હતો.બાદ નમિતાબેન મકવાણાને શિક્ષણ વિકાસ પરિષદ દ્વારા (રાજય અને નેશનલ એવોર્ડ શિક્ષકોનું સંગઠન) ૨૦૧૯ ના શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દેશની ૫૧ શ્રેષ્ઠ મહિલાઓને આ પારિતોષીક અપાયેલ છે.  આ બે એવોર્ડ મેળવ્યા બાદ નમીતાબેન મકવાણાને ડો.દિપક પટેલ ''કાશીપુરીયા'' દ્વારા આયોજિત ગુજરાત જનકલ્યાણ સેવા સમાજ દ્વારા વાંચે ગુજરાત અને માતૃભાષા સંવર્ધન અભિયાન અંતર્ગત ગુજરાતી ભાષાની વિવિધ પ્રવૃતિઓમાં વિશિષ્ટ પ્રદાનની કદરરૂપે ''માતૃભાષા-ગુજરાતી ગૌરવ પારિતોષિક'' એનાયત કરાયો છે.નડિયાદ ખાતે યોજાયેલા આ સમારંભમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ગુજરાત નગરપાલિકા નાયબ કમિશનર ડો.મુકેશ ભાઈ પટેલ,જાણીતા કવયિત્રી ડો.દિના શાહ,લેખક પરાજિત પટેલ, સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડો.દીપકભાઈ કાશીપુરીયા લેખિત ''તમે સફળ થવાના જ છો''   રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવી નમિતાબેન મકવાણાએ રાજપીપળા શહેર અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

(12:12 pm IST)