ગુજરાત
News of Wednesday, 15th January 2020

ઉત્તરાયણના તહેવારમાં બે વ્યક્તિનાં મોત:190 લોકો દોરીથી ઘાયલ: 108ને 3351 ઇમરજન્સી કોલ મળ્યાં

108 સેવાને વાહન અકસ્માત, ધાબા પરથી પડવાના અને ઘાયલ થવા સહિતના કોલ મળ્યા

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણની મસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકો ધાબા પર પતંગ ઉડાવવાની મજા લઇ રહ્યાં છે, આ બધાની વચ્ચે વડોદરા અને ભીલોડામાં ધાબા પરથી નીચે પટકાતા 2 યુવકોનાં મોત થઇ ગયા છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને જામનગર સહિતના મોટા શહેરો સહિત રાજ્યભરમાં 108 ઇમરજન્સી સેવાને કુલ 3351 ઇમરજન્સી કોલ મળ્યાં હતા, 108 સેવાને વાહન અકસ્માત, ધાબા પરથી પડવાના અને ઘાયલ થવા સહિતના જુદા જુદા કોલ મળ્યાં છે.જેમાં 190 લોકો દોરીથી ગંભીર ઘાયલ થયા છે.108 સેવાએ સરાહનીય કામગીરી નિભાવીને અનેક લોકોના જીવ બચાવ્યાં છે.

ખાસ કરીને ચીઇનીઝ દોરીના કારણે લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા મોટાભાગના લોકો ટુવ્હીલર પર જઇ રહેલા હતા, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છંતા આ વખતે પણ માર્કેટમાં ચાઇનીઝ દોરી મળતી હતી

(12:12 pm IST)