ગુજરાત
News of Wednesday, 15th January 2020

અમદાવાદની ખ્યાતનામ રેસ્ટોરન્ટને આડેધડ ગંદકીના થર કરવા પડ્યા ભારે: ઓનેસ્ટને 5000નો દંડ ફટકાર્યો

ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ

અમદાવાદ : આડેધડ ગંદકીના થર ખડકી નાખનારાઓ પર મહાનગરપાલિકાએ તવાઈ આદરી છે. જેનો સૌ પ્રથમ ભોગ અમદાવાદની ખ્યાતનામ એવી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને બનવાનો વારો આવ્યો છે.

  અમદાવાદના મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરમાં ગંદકી કરનાર વિરૂદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

(12:01 pm IST)