ગુજરાત
News of Wednesday, 15th January 2020

રાજ્યના પ્રદેશ પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખોના નામને અમિતભાઈ શાહ આપશે લીલી ઝંડી

ભાજપ સંગઠનનું નવુ માળખું ટૂંક સમયમાં જાહેર થશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે અમિતભાઈ  શાહ બપોરે 2 કલાકે મહાત્મા મંદિર જશે અને નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના સરકારના આગેવાનો હાજર રહેશે. આ સાથે ભાજપ સંગઠનના નવા માળખાની પણ અમિતભાઈ  શાહની લીલી ઝંડી મળ્યા જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

 

રાજ્યના ભાજપ સંગઠનના નવા માળખાને અમિતભાઈ  શાહની લીલી ઝંડી બાદ ભાજપ સંગઠનના નવા માળખાની ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. અમિત શાહ દ્વારા જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવશે.

આમ અમિતભાઈ  શાહના મહોર બાદ ટૂંક સમયમાં જિલ્લાનું માળખુ પણ જાહેર થશે. આ સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખના નવા નામની અટકળ પર પણ પૂર્ણ વિરામ મુકવામાં આવી શકે છે. જેને લઇને અમિતભાઈ  શાહ પ્રદેશ પ્રમુખના નવા નામ પર પણ મહોલ મારી દેશે.

(11:05 am IST)