ગુજરાત
News of Wednesday, 15th January 2020

નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની અને ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજયમંત્રી રાજ મોદી ભારત મુલાકાતે

ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી રાજ મોદી ૨૧ દિવસથી ભારતની મુલાકાતે:હાલ જીમ્બાબ્વે એમ્બેસેડર ડો.ગોડફ્રે મજોની ચિપરે પણ મંત્રી રાજ મોદી સાથે રાજપીપળામાં ખાતે પધાર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે સોલાર પાવર જનરેશન, ડાઈમાન્ડ, માઇનિંગ, પાવર જનરેશન, એગ્રિકલચર અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના અન્ય ધમધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજય મંત્રી રાજ મોદી કે જેઓ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની છે જે હાલ 21 દિવસથી ભારતના પ્રવાસે છે.

 રાજ મોદી એ જણાવ્યું હતું કે ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધરવા માટે મારી આ ભારતની મુલાકાત છે જેમાં છેલ્લા ૨૧ દિવસોના આ પ્રવાસ દરમિયાન મેં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ઊર્જા-ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ,સનદી અધિકારી સુશ્રી અંજુ શર્મા સહિતના પદાધિકારીઓ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ અમદાવાદ,સુરત, સુરેન્દ્રનગરના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓની મુલાકાત તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સિલરની કાઉન્સીલ મિટિંગમાં મુલાકાત લીધી છે.મને વિશ્વાસ છે કે ભારતની મારી આ મુલાકાત ચોક્કસ સફળ થશે અને ભારત ઝીમ્બાબ્વે વચ્ચે ના ધંધાકીય સંબંધો ઘણાં વધશે.હાલ જીમ્બાબ્વેના એમ્બેસેડર ડો.ગોડફ્રે મજોની ચિપરે પણ મારી સાથે રાજપીપળા આવ્યા છે.

(7:32 pm IST)