ગુજરાત
News of Wednesday, 15th January 2020

પાલીતાણાના ઘેટી નજીક ગમખ્વાર અકસ્માત :આઇસર ટેમ્પાની પલ્ટી, ૨૫ થી વધુ ઘાયલ :૧ બાળકી મોતને ભેટી

પાલીતાણા નજીક ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો ગુલાંટ મારી જતા ૨૫ જેટલા લોકોને ઇજા થઇ છે બાળકી મોતને ભેટી હોવાની વિગતો મળી રહી છે 

 બનાવની મલતી  વિગતો મુજબ એક સાથે બે ત્રણ પરિવાર આદપુર તરફ જતા હતા મૂળ પાલીતાણાના પીથલપૂર ગામના રહેવાસી છે હાલ ઈજાગ્રસ્તોને પાલીતાણા માનસિંહ હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવને લઈ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે

(11:02 pm IST)