ગુજરાત
News of Wednesday, 15th January 2020

ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં પોલીસ ઘુસતા વિવાદ : CAA ના વિરોધમાં પતંગ મામલે બબાલ

આઇ કાર્ડ માંગતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ

 

અમદાવાદ : નાગરિકતા કાયદા મુદ્દે દેશની પ્રતિષ્ઠિત જેએનયુ, જામિયા તથા એએમયુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રાજ્યની ઐતિહાસિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાવતા ભારે વિવાદ સર્જાયો છે. પોલીસે ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં ઘુસી વિદ્યાર્થીઓ પાસે આઇ કાર્ડ માંગતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. બંને વચ્ચે લાંબી બોલાચાલી માંડ મામલો શાંત પડ્યો.હતો

વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાનો પતંગ ચગાવી વિરોધ કરવાની ઘટના ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠમાં બની છે. ગુજરાતમાં આજે મકરસંક્રાંતિ ઊજવાઈ રહી છે ત્યારે ગુજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ઉજવણી અંગે વિદ્યાર્થીઓએ સંદેશા પણ પ્રસારિત કર્યા હતા.

(9:57 pm IST)