ગુજરાત
News of Tuesday, 14th January 2020

રાજપીપળામાં ઉત્તરાયણના દિવસે કેટલાય લોકોના ગળા કપાયા,કેટલાક અકસ્માતમાં ઘાયલ થયા

ઉત્તરાયણના દિવસે બપોર બાદ સિવિલ હોસ્પિટલમાં બે સગી બહેનો સહિત ૩ ગળા કપાયેલા કેસ આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત રાજપીપળા શહેરમાં ઉત્તરાયણના દિવસે કેટલાય લોકોના પતંગના દોરા ભેરવાતા ગળા કપાયા જેમાં અમુક ને ગંભીર ઇજા થઇ સાથે માર્ગો પર કેટલાય અકસ્માત પણ થયા હતા.

  રાજપીપળા શહેર સહિત આસપાસ ના વિસ્તારો માં પતંગના દોરા ભેરવાતા ઘણા લોકો ના ગળા કપાયા હતા જેમાં ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી બે સગી બહેનો પૈકી અલકા અરવિંદભાઈ તડવી (૨૦)અને નાની બહેન ધ્રુવીકા અરવિંદભાઈ તડવી પોતાના ઘરે થી પતંગ લેવા બજાર જતા હતા ત્યારે કાળિયાભૂત મંદિર પાસે અચાનક પતંગ નો દોરો બંને બહેનોના ગળા માં ભેરવાતા ગળું કપાયું ત્યારબાદ બંનેને રાજપીપળા સિવિલ ખાતે સારવાર માટે લવાઈ હતી

  .જ્યારે અન્ય એક ઘટના નાંદોદ ના કરાઠા ગામ પાસે બની જેમાં લાછરસ ગામના રાજપૂત ભગુભાઈ હુકમસિંગ (૨૭) કોઈ કામ અર્થે રાજપીપળા બાઈક પર આવતા હતા ત્યારે કરાઠા ગામ નજીક પતંગનો દોરો ગળામાં ભેરવાતા તેમનું ગળું કપાયું હોય રાજપીપળા સિવિલ લવાયા હતા.આવા અનેક લોકો સરકારી તેમજ ખાનગી દવાખાનામાં સારવાર માટે લવાયા હતા.સાથે કેટલીક જગ્યાઓ પર અકસ્માતના બનાવો પણ જોવા મળ્યા હતા.

(7:46 pm IST)