ગુજરાત
News of Tuesday, 14th January 2020

આંકલાવના આસોદર નજીક ચાર મકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરી

આંકલાવ: તાલુકાના આસોદર ગામે આવેલી આધારશીલા પાર્ક સોસાયટીમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ચાર જેટલા મકાનોને નિશાન બનાવીને એક મકાનમાંથી ૪૩ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંગે આંકલાવ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

 


મળતી વિગતો અનુસાર માતર તાલુકાના માલાવાડા ગામના પરંતુ હાલમાં પંડોળી ગામે રહેતા ભુપેન્દ્રભાઈ વનાભાઈ પ્રજાપતિએ આસોદર-કંથારીયા રોડ ઉપર આવેલી આધારશીલા પાર્ક સોસાયટીમાં બીજુ મકાન રાખ્યું હતુ. જ્યાં પુત્ર, પુત્રી અને જમાઈ રહેતા હતા. ઉત્તરાયણનો પર્વ હોય પુત્ર અક્ષય પરિવાર સાથે પિતાના ઘરે રહેવા જતો રહ્યો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કરી બીજા માળે આવેલા કબાટમાંથી સોનાનો સિક્કો, સોનાની બે નંગ વાળી, ચાંદીના છડા, રોકડા ૧૯ હજાર મળીને કુલ ૪૩ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી.

(1:47 pm IST)