ગુજરાત
News of Tuesday, 14th January 2020

સુરતનો દર્દનાક કિસ્સો: ફોન પર વાત કરવું યુવાનને ભારે પડ્યું: ત્રીજા માળેથી પટકાતા કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરના મુળ ઓરીસ્સાના ગંજામનો વતની અને હાલ લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે રહેતો 20 વિગનેશ સનાતન પ્રધાન લિંબાયતમાં નારાયણનગરમાં લેસ પટ્ટીના કારખાનામાં કામ કરતો હતો.ગઇ કાલે બપોરે કારખાનામાં ત્રીજા માળે મોબાઇલ પર વાત કરતો હતો ત્યારે અચાનક નીચે પટકાતા  સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં  સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ઘરી છે.

 

(1:44 pm IST)