ગુજરાત
News of Tuesday, 14th January 2020

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં 20 પશુના રહસ્યમય મૃત્યુથી અરેરાટી મચી જવા પામી

દાહોદ: જિલ્લાના લીમખેડા,ગરબાડા અને ઝાલોદ તાલુકાઓમાંં છેલ્લા દસ દિવસ દરમ્યાન ૨૦ જેટલા પશુઓના મોતથી તંત્ર દોડતુ થયું છેપશુઓના મોતથી ગ્રામજનો ચિંતીત થઇ ગયા છે.

ઝાલોદ,લીમખેડા અને ગરબાડા તાલુકામાં કુલ ૨૦ જેટલા પશુઓના એક પછી એક મોત થતાં દાહોદ જિલ્લા પશુ વિભાગ દોડતુ થયું છે. પશુ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ પશુઓના મોત ઘાસમાં ફુગ અને પોઈઝનના કારણે થયા છેપશુઓના મોતને પગલે માલિકોને લાખ્ખોનું નુકસાન થયું હોવાનું મનાય છે ત્યારે આવા સમયે પશુ માલિકોએ સરકાર પાસે સહાયની આશા પણ વ્યક્ત કરી છે. લીમખેડા તાલુકાના ભીમપુરા, ઝાલોદ તાલુકાના ડુંગરી અને ગરબાડા તાલુકાના અભલોડ ગામના મળી ૨૦ મૃત પશુઓનો સમાવેશ થાય છે.

ઇન્ચાર્જ નાયબ પશુપાલન કે.એલ. ગોસાઇએ અંગે જણાવ્યું હતું કે ડુંગરી ગામમાં ૨૪ તારીખ પછી પશુઓના નાક તેમજ મોંઢામાંથી લોહી નીકળવાનું શરૃ થયું હતું બાદમાં પશુઓએ ધીરે ધીરે ખાવાનું બંધ કરતા મોત થયા  છે. તેમણે કહ્યું હતું કે અમે  મૃત પશુઓના પોસ્ટમોર્ટમ તેમજ તેના રિપોર્ટો કરાવતાં તેમાં કોઈ ચોક્કસ કારણ જણાતા ઘાસ ચારાની તપાસણીમાંં ઘાસમાં ફુગ તેમજ પોઈઝન હોવાનું  જણાયું હતુ. હાલ બીજા પશુઓની સારવાર ચાલુ છે.

(1:41 pm IST)