ગુજરાત
News of Tuesday, 14th January 2020

અમદાવાદમાં ડમ્પર ચાલકોનો આતંક: સારંગપુરમાં ડમ્પરની ટક્કરે પાંચ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: વાહનોનો ભૂકો બોલ્યા

અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છેચાર   દિવસમાં  ખોખરા બાદ સારંગપુરમાં ડમ્પરથી ગંભીર પ્રકારના અકસ્માતનો બીજો બનાવ બન્યા છે. જેમાં  સારંગપુર દરવાજા પાસે  ગઇકાલે મધરાતે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા નાસ્તા લારીને ટક્કર મારી હતી જ્યાં નાસ્તો કરતા પાંચ યુવકો ઘાયલ થયા હતા જેમાં એક યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છેએટલું નહી  બેકાબુ બનેલા ડમ્પરની પાંચ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રાફિક પોલીસે  ફરાર ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખોખરામાં ડમ્પરની ટક્કરથી મહિલા સહિત ત્રણના મોત થયા હતા.

સારંગપુર દોલતખાન ખાતે  કુંભારગલીમાં રહેતા ધર્મેશભાઇ ઉમેશભાઇ પ્રજાપતિ  (..૩૦) અને તેમના મિત્ર પ્રિયાંકભાઇ તથા ઉમંગભાઇ અને કૃણાલભાઇ તેમજ અશ્વિનભાઇ સારંગપુર દરવાજા બહાર રવિવારે રાત્રે ૧૨ વાગે લારી પર   આમલેટ ખાતા હતા સમયે  પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં પ્રથમ લારીને ટક્કર મારી હતી.જ્યાં પાંચેય યુવકો ઘાયલ થયા હતા. જેમાં ફરિયાદીને કપાળે તેમજ   ઉમંગભાઇને  પગે અને  પ્રિયાંકભાઇને હાથે પગે, કમરના ભાગે અને ગુપ્ત તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જે હાલમાં અસારવા સિવિલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે  જ્યારે અન્ય યુવકોને પણ ઘાયલ થયા હતા

(1:40 pm IST)