ગુજરાત
News of Tuesday, 14th January 2020

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરમગામ ખાતે વિદ્યાર્થીઓ માટે પતંગ ઉત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ક્રિકેટ મેચની સાથે પતંગની મઝા માણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (આઇ.પી.એસ) ખાતે વિદ્યાર્થીઓ માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી.

    આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આઇપીએસ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(8:43 pm IST)