ગુજરાત
News of Tuesday, 14th January 2020

મકર સંક્રાતિ મહાપર્વે ફ્રૂટ બજારમાં બોર,શેરડી અને જામફળની જબરી આવક : શેરડીનું પણ ધૂમ વેચાણ

વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનું ધૂમ વેચાણ

અમદાવાદ : મકરસંક્રાંતિ મહાપર્વને લઈને અમદાવાદનાં ફ્રુટ બજારોમાં બોર, શેરડી અને જામફળની મબલખ આવક જોવા મળી હતી. બજારોમાં વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનો પણ ધૂમ વેચાણ જોવા મળ્યું હતું.

  મકરસંક્રાંતિ મહાપર્વ પર બોર, શેરડી અને જામફળ ખાવાની સાથે દાન કરવાનો પણ મહત્વ છે. જેના લીધે બજારોમાં ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, બોર, શેરડી અને જામફળની મબલખ આવક થતા ચાલુ વર્ષે ગત વર્ષ કરતા બોર, શેરડી અને જામફળ સસ્તા મળી રહ્યા છે.

(8:52 pm IST)