News of Tuesday, 14th January 2020
કાલથી સુરતના તમામ ઓવરબ્રિજ ઉપર ટુ-વ્હીલર લઇ જવા પર બે દિવસ પ્રતિબંધ
સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
સુરત : ઉત્તરાયણ પર સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં તમામ ઓવર બ્રિજ પર ટુવ્હીલર ચાલકોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બે દિવસ માટે શહેરના તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર લઈને નહીં જઈ શકાય
તા,14 અને 15 જાન્યુઆરીએ આ પ્રતિબંધ રહેશે. લોકોને ઉત્તરાયણ પર ગળામાં દોરી ન વાગે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
(9:48 pm IST)