ગુજરાત
News of Tuesday, 14th January 2020

ઉતરાયણ પર્વે અનોખું અભિયાન : એક પક્ષી બચાવો અને 25 રૂપિયા લઇ જાઓ

અમદાવાદના પક્ષી પ્રેમી ગ્રુપે આપી ઓફર : બે દિવસ સવારે 6 થી રાત્રીના 10 સુધી પક્ષીઓની સારવાર કરશે

ફોટો paxi

અમદાવાદ: ઉતરાયણ પર્વે અમદાવાદના પક્ષી પ્રેમીઓના ગ્રુપે અનોખું અભિયાન હાથ ધર્યું છે આ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ માં એક પક્ષી બચાવો અને 25 રૂપિયા લઈ જાઓ નું અભિયાન શરૂ કરાયું છે

 આ પક્ષી પ્રેમીઓ સંવેદના બર્ડ્સ એનિમલ ગ્રુપ ચલાવે છે. પક્ષી પ્રેમી આ યુવા ગ્રુપના ગીરીશ ભાઈ સોની જણાવે છે કે અમારુ યુવા ગ્રૂપ પતંગ ચગાવવાની જગ્યાએ જીવદયાના કામ

  માં લાગેલું હોય છે. ઉત્તરાયણ માં ઘાયલ થયેલા પક્ષીઓ ને બચાવવા પાછળ પક્ષી દીઠ 25 રૂપિયા આપવાનું કારણ વધુ ને વધુ લોકો પક્ષી બચાવવાના આ અભિયાન માં પોતાનું યોગદાન આપે તે છે. વધુ લોકો આ અભિયાન માં જોડાશે તો વધારે પક્ષી બચાવી શકાશે. વર્ષ 2018 થી તેમના યુવા ગ્રુપના લોકો આ અભિયાન ચલાવે છે. ગત વર્ષમાં આ ગ્રૂપ એ 4702 પક્ષીઓ અને પ્રાણીઓને બચાવી શકી છે. આ વખતે હજુ પણ પક્ષી પ્રેમીઓને જોડવાનો પ્રયાસ છે. આ વર્ષે પણ આ ગ્રૂપ એ નરોડા વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ કેમ્પસ માં ઘાયલ પક્ષીઓની સારવારનું આયોજન કર્યું છે. 14 તારીખ અને 15 તરીખ દરમિયાન સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ઘાયલ પક્ષીઓ ની સારવાર કરવામાં આવશે.

(9:40 pm IST)