ગુજરાત
News of Wednesday, 16th January 2019

અમદાવાદની 5 અને રાજકોટની 2 ટીપી ફાઇનલ સ્કીમને મંજુર કરતા મુખ્યમંત્રી રૂપાણી

રસ્તાઓના નિર્માણકાર્યની સાથે જ આંતર-માળખાકીય સુવિધાઓમાં ઝડપી વધારો થશે.

 

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા  અમદાવાદ શહેરની 5 અને રાજકોટ શહેરની 2 ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે અમદાવાદમાં 5 ટ્રાફ્ટ અને 2 ફાઈનલ ટીપી સ્કીમને મંજુરી અપાઈ છે, જ્યારે રાજકોટ શહેરની એક પ્રારંભિક અને એક ફાઈનલ ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે. ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાને કારણે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણકાર્યની સાથે આંતર-માળખાકીય સુવિધાઓમાં ઝડપી વધારો થશે

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ છેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદ શહેરની કુલ 43 ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપી હતી. જેના કારણે શહેરના 3000 હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં શહેરી આયોજનને એક માળખાકીય ઓપ મળ્યો હતો. સાથે મુખ્યમંત્રી રૂપાણીએ TPO/CTP વિભાગને બાકી રહેતી TP પણ તાત્કાલિક રીતે પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TPનો વિલંબ બાધારૂપ બને તેવા દિશા-નિર્દેશ આપ્યા હતા

 

  અમદાવાદની મંજૂર થયેલી ટીપી સ્કીમમાં (1) 454(હંસપુરા), (2) 505 (કઠવાડા), (3) 243 (રણાસણ-મુઠીયા-ચિલોડા), (4) 416/A (વસ્ત્રાલ), (5) 117 (કઠવાડા) જયારે રાજકોટની મંજૂર થયેલી ટીપી સ્કીમ 
(1) TP 20 ( નાના મવા), (2) TP 10 (નાના મવા-ફાઈનલ)નો સમાવેશ થાય છે 

(11:59 pm IST)