ગુજરાત
News of Tuesday, 15th January 2019

વડોદરામાં ઉતરાયણ પર્વે મકાનની છત પર દારૂની મહેફિલ !! :12 પુરુષો અને 8 મહિલાઓની અટકાયત

1,99 લાખ રોકડા,16 મોબાઈલ,2 કાર અને 5 બાઈક સહીત 13,23 લાખનો મુદામાલ જપ્ત

 

વડોદરા :દારુની મહેફિલ જાણે હવે સામાન્ય બની છે વારતહેવારોએ જાણે પીવાનું બહાનું શોધતા હોય તેમ આજે ઉતરાયણ પર્વે પણ મકાનની છત પર પતંગ ચગાવવાના સ્થાને દારૂની મહેફિલ ઝડપાઇ છે વડોદરામાં એક મકાનની છત પરથી 12 પુરુષો અને 8 મહિલા દારૂની મહેફિલ માણતા અટકાયત કરાઈ છે

  મળતી વિગત મુજબ વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એક મકાનની છત પર 12 પુરુષો અને 8 મહિલા દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.ઉત્તરાયણની સાંજે ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડી શહેરના પૈસાદાર પરિવારના સભ્યોની અટકાયત કરી છે

   બાતમીના આધારે દારૂની મહેફિલ પર પાડવામાં આવેલી રેડમાં પોલીસે 1.99 લાખ રૂપિયા રોકડા, 16 મોબાઈલ, 2 કાર અને 5 બાઈક જપ્ત કરી છે. જે કુલ મળીને 14.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અટકાયત કરેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કેટલાક લોકો પાસે પીવાનું લાયસન્સ છે અને કેટલાક લોકો ગેરકાનુની નશો કરી રહ્યાં છે તે પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

(11:26 pm IST)