ગુજરાત
News of Saturday, 14th December 2019

તક્ષશિલા અગ્નિકાંડ: ફરાર નિવૃત ડે.એન્જીનીયર હિમાંશુ ગજ્જરની ધરપકડ

સુરત: ચકચારી તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે આજે મોડી સાંજે મહાનગરપાલિકાના ફરાર નિવૃત ડે.એન્જીનીયર હિમાંશુ ગજ્જરની તેમના ઘર નજીકથી ધરપકડ કરી હતી. તક્ષશિલા આર્કેડના બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા રજૂ કરેલ પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત હોવા છતાં ઈમ્પક્ટ ફી મંજુર કરવા તેમજ સટફિકેટ ઓફ રેગ્યુલાઇઝશન ઈશ્યુ કરવા ઉપરી અધિકારીને રીપોર્ટ કરનાર હિમાંશુ ગજ્જર જામીન મેળવવાના પ્રયાસોમાં સફળતા મળતા ફરાર હતાસુરતના સરથાણા જકાતનાકા સ્થિત તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે ના રોજ ભીષણ આગ લાગતાં 22 નિર્દોષ મોતને ભેટયા હતા. બનાવમાં સરથાણા પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી પ્રકરણમાં ટયુશન ક્લાસના સંચાલક, બિલ્ડરો,મહાનગરપાલિકાના-ફાયર વિભાગના- ડીજીવીસીએલના અધિકારીઓ સહિત કુલ 12 ની ધરપકડ કરી છે. જયારે તપાસ દરમિયાન તક્ષશિલા આર્કેડના બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા રજૂ કરેલ પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત હોવા છતાં ઈમ્પક્ટ ફી મંજુર કરવા તેમજ સટફિકેટ ઓફ રેગ્યુલાઇઝશન ઈશ્યુ કરવા ઉપરી અધિકારીને રીપોર્ટ કરનાર હાલ નિવૃત અને તત્કાલીન ડેપ્યુટી એન્જીનીયર હિમાંશુ હશમુખલાલ ગજ્જર ( રહે.302, સાંઈલીલા એપાર્ટમેન્ટ, જલદર્શન સોસાયટી, ઉમરીગર સ્કૂલની બાજુમાં, ઉમરા ગામ , સુરત ) ની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે તેમને નિવેદન નોંધાવવા સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે હાજર રહ્યા હતાબાદમાં તેમણે સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરી હતી. ત્યાર બાદ તે ફરાર હતા. દરમિયાન, મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આજે મોડી સાંજે હિમાંશુ ગજ્જરને તેમના ઘર નજીકથી જ ઝડપી લીધા હતા. વધુ તપાસ એસીપી આર આર સરવૈયા કરી રહ્યા છે.

(4:52 pm IST)