News of Saturday, 14th December 2019
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું વડોદરામાં સ્વાગત
રાજકોટ : ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ રાજયના બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે સવારના ૧૦ કલાકે તેમનું વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ તકે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશ પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યુ હતું. મહેમાનને આવકારવામાં સાંસદ શ્રીમતી રંજનબહેન ભટૃ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, ઇ.એમ. ઇ., વડોદરા એકમના સેનાપતિ શ્રીમાન રાજુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો જોડાયા હતા.
(3:57 pm IST)