ગુજરાત
News of Thursday, 14th December 2017

બોરસદના માર્કેટયાર્ડમાંથી પોલીસે બાતમીના આધારે 15 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

બોરસદ:શહેરના માર્કેટયાર્ડમાંથી આજે રાત્રીના સુમારે ૧૫ પેટી જેટલો વિદેશી દારૂ પકડાતાં ચકચાર મચી જવા પામી છે. કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલય નજીકથી પકડાયેલા આ વિદેશી દારૂના જથ્થાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદના ડીવાયએસપીને હકિકત મળી હતી કે, બોરસદ માર્કેટયાર્ડમાં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે જેથી તેઓએ પેરા મીલીટરી ફોર્સ અને બોરસદ પોલીસને સાથે રાખીને દરોડો પાડતાં બે થી ત્રણ જેટલા શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. જો કે ૧૫ પેટી જેટલા વિદેશી દારૂના ક્વાર્ટરીયા પકડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને લઈને બોરસદ માર્કેટ યાર્ડમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.

(5:45 pm IST)