ગુજરાત
News of Thursday, 14th December 2017

મોડાસા નજીક મધ્યરાત્રીએ પસાર થતા ટેમ્પામાંથી પોલીસે 5.51 લાખના દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી

મોડાસા:મોડાસાના બાયપાસ માર્ગે આવેલા જિલ્લા સેવા સદન નજીકથી મધ્યરાત્રીએ પસાર થતાં ટેમ્પામાંથી વિદેશી દારૃના ૫૩૮૮ બોટલોના જથ્થા સાથે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાલકને ઝડપી પાડયો હતો.

પોલીસે રૃપિયા ૧૦,૬૦,૮૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ ૩ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.જયારે આ વિદેશી દારૃનો જંગી જથ્થો કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની આશંકાઓ સેવાઈ હતી.
રાજયની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મંગળવારની મધ્યરાત્રી એ અરવલ્લી જિલ્લા સેવા સદનના સામે આવેલ એક હોટલ નજીક નાકાબંધી ગોઠવી હતી.દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ  ટેમ્પોને મળેલ બાતમી હેઠળ અટકાવી ચેકીંગ હાથ ધરતાં આ વાહનમાંથી વિદેશી દારૃની ૫૩૮૮ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ ટેમ્પો ચાલક વિજયકુમાર કાંતીલાલ કલાલ રહે.ખેરવાડા,ન્યુ કોલોની,જિ.ઉદેપુર(રાજસ્થાન)ને ઝડપી હવાલાતે કર્યો હતો.જયારે દારૃનો જથ્થો ભરી આપનાર ચોંતમોલ ટાંક રહેવાસી સેકટર-૪,ઉદેપુર(રાજસ્થાન) અને ગુજરાતમાં જે ઈસમને આ જથ્થો પહોંચાડવાનો હતો.તેવા ઈસમ સહિત ૩ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી ટેમ્પા સહિત રૃપિયા ૧૦,૬૦,૮૮૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.આ વિદેશી દારૃનો મોટો જથ્થો કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ટાઉન પોલીસ મોડાસા એ આ ગુનામાં જરૃરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:43 pm IST)