ભાવનગરથી ઘર છોડી નીકળેલી ૧પ વર્ષની ભાવિકા રાજકોટથી મળી
રાજકોટ : રાજકોટ રેલ્વે સ્ટેશનમાં સવારે તિરૂવંતપૂરમ-વેરાવળ એકસપ્રેસ ટ્રેનમાં કોચને એસ-૪માંથી એક ૧પ વર્ષની તરૂણી ઉતરીને પ્લેટફોનમાં બેંચ ઉપર બેઠી-બેઠ રડતી હતી. જેને ત્યાં રેલ્વે પોલીસના કોન્સ. હરેશભાઇ સાખટ તથા કોન્સ. જેસાભાઇ ચાવડા અને વેદપ્રકાશ સહિતે તરૂણીને જોતા તાકીદે મહિલા કોન્સ. ઇમરાનાબેન સૈયદને બોલાવતા તેણે ભાવિકાને પૂછતા તે ભાવનગરમાં રહેતી ભાવિકા સુરેશભાઇ બારૈયા (ઉ.વ.૧પ) ની હોવાનું જણાવ્યું હતું. પિતાએ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગઇ હોવાનું જણાવ્યું હતું. બાદ પોલીસે ભાવિકાના પિતાને મોબાઇલ નંબર પર ફોન કરી જાણ કરી હતી તેના પિતા સુરેશભાઇએ જણાવ્યું હતું કે, પોતાની દીકરી ભાવિકા સવારથી ઘરેથી નીકળી ગઇ હતી.
પરિવારજનો ભાવિકાને શોધતા હતાં તેમ જણાવ્યું હતું. બાદ ભાવિકાના પિતા અને પરિવારજનો રાજકોટ રેલ્વે પોલીસ મથકે દીકરીને લેવા માટે આવતા રેલ્વે પોલીસે ભાવિકાને તેના પરિવારજનોને સોંપી હતી.