ગુજરાત
News of Thursday, 14th December 2017

અમદાવાદ : શાંતિપૂર્ણરીતે મતદાન વચ્ચે ભારે ઉત્સાહ

જાગૃત મતદારો સવારમાં જ મત આપી આવ્યા : ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પ્રયાસો : સવારમાં કેટલીક જગ્યાએ ઠંડીના લીધે ધીમી ગતિથી મતદાન થયુ

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન વેળા આજે અમદાવાદ શહેરની ૧૬ સીટ પર પણ મતદાન શરૂ થયુ હતુ. અમદાવાદ શહેરની ૧૬ સીટ અને વડોદરા શહેરની છ સીટ ભાજપ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સવારમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ તો સવારમાં જ લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ઠંડીની અસર જોવા મળી હતી.વર્ષ ૨૦૧૨ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપે અમદાવાદ શહેરની ૧૬ પૈકી ૧૪ પર જીત મેળવી હતી. જેમાં ઘાટલોડિયા, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુરનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી, અસારવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા (એસસી) સીટ પર જીત મેળવી હતી.  ચાર સીટ   જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સીટ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. જ સીટ પર પરિણામ ખુબ રોમાંચક ની શકે છે. વર્ષ ૨૦૦૨ બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગરમાંથી પ્રતિનિધીત્વ કરતા હતા. વર્ષ ૨૦૧૨માં મોદીએ ૮૬૦૦૦ મતથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મણિનગરમાંથી રાજીનામુ આપ્યુ હતુ. અમદાવાદ શહેર અને જિલ્લાની સીટોની વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘાટલોડિયામાં ૩૬૧ પોલિંગ સ્ટેશન છે અને અહીં મતદારોની સંખ્યા સૌથી વધુ ૩૫૨૩૧૬ નોંધાઈ ચુકી છે. આ ઉપરાંત વેજલપુરમાં પોલિંગ સ્ટેશનોની સંખ્યા ૩૨૪, વટવામાં ૩૨૭, એલિસબ્રિજમાં ૨૨૫, નારણપુરામાં ૨૩૩, નિકોલમાં ૨૩૪, નરોડામાં ૨૬૩, ઠક્કરબાપાનગરમાં ૨૨૮, બાપુનગરમાં ૧૯૫, અમરાઈવાડીમાં ૨૪૫ મતદાન મથકો છે.  આ તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. અમદાવાદમાં અભૂતપૂર્વ ઉત્સાહની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક મોટા માથા પણ મેદાનમાં છે. વર્ષ ૨૦૧૨ની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૧૪ સીટ કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ઓછામાં ઓછી પાંચ સીટો અમદાવાદની એવી છે જેના પર ચિત્ર બદલાઈ શકે છે.જેમાં ઘાટલોડિયા, નિકોલ, મણિનગર, સાબરમતી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પાટીદાર મતદારો વધારે છે.સવારમાં ભારે ઉત્સાહની સ્થિતી રહી હતી. આ વખતે શહેરી વિસ્તારમાં શુ સ્થિતી રહેશે તે અંગે કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી.

અમદાવાદ : ૨૦૧૨

         અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં વર્ષ ૧૯૯૦થી શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ  રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ દરિયાપુર અને દાણીલીમડા એસસી સીટ ઉપર જીત મેળવી હતી.  વર્ષ ૨૦૧૨માં અમદાવાદ શહેર ં સ્થિતિ શું હતી તે ચિત્ર નીચે મુજબ છે.

અમદાવાદ શહેર-૨૦૧૨

કુલ સીટો.......................................................... ૧૬

ભાજપને મળી................................................... ૧૪

કોંગ્રેસને મળી.................................................... ૦૨

(12:46 pm IST)