News of Thursday, 14th December 2017
એડર્વટાઇઝીંગ સર્કલ દ્વારા રકતદાન કેમ્પ
અમદાવાદ : એડર્વટાઇઝીંગ સર્કલ એસોસીએશન તથા સ્પોટર્સ કલબ ઓફ ગુજરાતમાં સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૧૮૯ યુનિટ બોટલ્સ બ્લડ ડોનેટ કરવામાં આવી. કેન્સરપીડિત બાળકોને સહાય કરતી સંસ્થા ગુજરાત કેન્સર સોસાયટીના લાભ તથા રકતદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનાં ઉમદા હેતુ આ કેમ્પ યોજયો હતો.
(12:44 pm IST)