ગુજરાત
News of Thursday, 14th December 2017

અહંકારીઓનો અહંકાર તોડવાનો છે

અનામત આંદોલનની અમારી જીત નક્કી : હાર્દિક

'પાસ'ના નેતા હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ કહ્યું કે આ વખતે અહંકારીઓનો અહંકાર તોડવાનો છે, મને મારી કોઈ ચિંતા નથી. ગુજરાતના ૬ કરોડ લોકોને પોતાના ભવિષ્યની ચિંતા છે જે થશે તે સારૂ થશે, હું ભાજપના વિરોધમાં છું. ભાજપને હારના ભયે અત્યારથી જ સરકારી કચેરીઓમાંથી ફાઈલો ગાયબ થવા માંડી છે અનામત આંદોલનમાં અમારી જીત નક્કી છે : અમારા આંદોલનથી લોકોનો ડર દૂર થયો : એવા રાજકીય પક્ષને જ મત આપો જે લોકોને સાથે લાવે અને લોકોનું દુઃખ સમજે. કોંગ્રેસ જ જીતશે અને ભાજપ હારશે : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે વડાપ્રધાન મોદી ઉપર કરેલા પ્રહારો અંગે હાર્દિકે કહ્યું કે ખોટુ બોલશો તો કોઈકે તો બોલવું જ પડશે, જીત ગુજરાતની થશે તેમ જણાવ્યુ હતું.

(12:44 pm IST)