ગુજરાત
News of Thursday, 14th December 2017

તમામ પેથોલોજી લેબોરેટરીના રીપોર્ટમાં MD/DCPના જ માન્ય

ગેરકાયદે લેબોરેટર બંધ કરવા સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમમાં પડકારતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદો માન્ય

રાજકોટ તા. ૧૪ : હવે તમામ પેથોલોજી લેબોરેટરીના રીપોર્ટમાં MD/DCPની સહી જરૂરી બનશે.

રાજકોટ આઇ.એમ.એ. તથા ગુજરાત પેથોલોજીસ્ટ એસોશિએશન (એલ.એમ. સી.) ના પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્ર લાલાણી તથા જી.એ.પી.એમ.ના પૂર્વ પ્રમુખ ડો. મહેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે કે, ગઇ કાલે તા. ૧૨ મંગળવારે સવારના ૧૨ કલાકે ગેરકાયદેસર લેબોરેટરી બંધ કરવા બાબતે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપેલ છે. હવે તમામ પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટમાં એમ.ડી. - ડી.સી.પી. પેથોલોજીસ્ટની સહી જરૂરી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૧૭-૯-૨૦૧૦માં ગેરકાયદેસર લેબોરેટરી બંધ કરવા હુકમ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર તથા તબીબોની મિલી ભગતને કારણે તેનો અમલ કરવામાં આવેલ ન હતો અને આ ચુકાદાને સુપ્રિમમાં પડકારવામાં આવેલ પરંતુ ગઇકાલે સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવેલ અને અન્યની તમામ અપીલોને ખારીજ કરવામાં આવેલ છે અને આ ઐતિહાસિક ચુકાદો અમો આવકારીએ છીએ. આધુનિક તબીબી વિજ્ઞાનમાં એમ.ડી. પેથોલોજીસ્ટની ભૂમિકા ખૂબ અગત્યની છે. તમામ રોગના અંતિમ નિદાન પેથોલોજી લેબોરેટરીમાં જ થાય છે. તેથી તેમને એમ.બી.બી.એસ. અને એમ.ડી. પેથોલોજીસ્ટ ભણવા માટે સાડા આઠ વર્ષની મેડિકલ કોલેજનો અભ્યાસ ક્રમ છે. જ્યારે ડી.એમ.એલ.ટી. અને એમ.એલ.ટી.એ. માત્ર એક વર્ષનો મદદનીશનો કોર્ષ છે. પરંતુ પ્રજાની આરોગ્ય વિષયક અજ્ઞાનતાને કારણે વર્ષો સુધી આ ચાલ્યા કર્યું પરંતુ હવે સુપ્રિમના ચુકાદા બાદ બંધ કરવું પડશે.

(11:43 am IST)