ગુજરાત
News of Thursday, 14th November 2019

પોલીસે ભત્રીજાને 500 રૂપિયાનો દંડ ફટકારતા કાકા થયા ગુસ્સે :કહ્યું, આગામી ચૂંટણીમાં જોઈ લેશું: બંનેની ધરપકડ

ભાજપના જ કાર્યકર નિરંજન બારોટે ટોચના તમામ નેતાઓ સામે જાહેરમાં બળાપો કાઢ્યો : વિડિઓ વાયરલ થયેલો

નવસારી શહેરમાં પણ બે દિવસ અગાઉ લૂન્સિકુઇ વિસ્તારમાંથી હેલ્મેટ વગર પસાર થતાં યુવાનને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં યુવાન ધર્મેશની ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થતાં તેણે કાકા નિરંજન બારોટને બોલાવ્યા હતા. નિરંજને એકદમ ઉશ્કેરાટમાં આવીને સરકારની નીતિ સામે બળાપો કાઢ્યો હતો. નવસારીના સાંસદ, એસપી તેમજ રાજયના મંત્રીઓ અને મુખ્યમંત્રીને પણ આડે હાથ લીધા હતા.

                     અત્રે ઉલ્લેખનીય છે કે નિરંજન બારોટનો પરિવાર વર્ષોથી ભાજપ સમર્થક રહ્યો છે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને તલવારો ભેટ આપીને તેમનું અભિવાદન પણ કર્યું હતું. હાલમાં ચાલી રહેલી મંદીને કારણે નિરંજનનો ગુસ્સો ભાજપ સામે નીકળ્યો હતો. તેણે આવનારી ચૂંટણીમાં મુશ્કેલી પાડવાની ચીમકી પણ વીડિયોમાં ઉચ્ચારી હતી. નિરંજનનો તત્કાલિન મુખ્યમંત્રી સાથેનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મુદ્દે પોલીસે ધર્મેશ અને નિરંજન બારોટ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

(10:48 pm IST)