ગુજરાત
News of Thursday, 14th November 2019

માંડલમાં ભાજપ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક પહેલા જ હોબાળો :ગાળોનો વરસાદ વરસ્યો

જિલ્લા મહામંત્રી અને કાર્યકરો મિટિંગમાં ઉગ્ર વાતાવરણ થતા રવાના થઇ ગયા

અમદાવાદ જીલ્લાના માંડલ-દેત્રોજ ભાજપના સંગઠનના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક કરાય તે પહેલા હોબાળો થયો હતો. ભાજપના કાર્યકરોમાં પદ માટે અંદરનો અંદર ઉગ્ર બોલાચાલી થઇ હતી.

  માડલ ખાતે ભાજપ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીઓનો નિમણૂકનો કાર્યક્રમ ની શરૂઆત થઈ રહી હતી ત્યારે પૂર્વ સંગઠન પ્રમુખ રજનીકાંત પટેલે મિટિંગ શરૂ થતા પહેલા જ કહ્યું કે ઉભા રહો પહેલા મારૂ પ્રમુખ તરીકેનું ફોર્મ ભરો અને પછી આ સંગઠન મિટિંગ આગળ ચલાવો.ત્યારે રજનીકાંત પટેલની વિરુદ્ધમાં અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. જેમાં હાથ લાંબા અને ગાળા ગાળીના દ્રશ્યો પણ જોવા મળ્.યાહતા

  તાલુકા સંગઠન પ્રમુખ માટે નિર્ણય પક્ષ લેશે હાલ જુના પદાધિકારીઓથી સંગઠન ચાલુ રહેશે. જયારે જિલ્લાના મહામંત્રી માધુભાઈ સહીત આવેલ ભાજપના કાર્યકરો મિટિંગમાં ઉગ્ર વાતાવરણ ઉભું થતા રદ કરી ત્યાથી રવાના થઇ ગયા હતા

(10:23 pm IST)