ગુજરાત
News of Thursday, 14th November 2019

પાણી બિલ મુદ્દે સુરતીઓ આકરા પાણીએ :કહ્યું- જેલમાં જઈશું પણ પાણીનું બિલ તો નહીં ભરીએ

જેટલો ખર્ચ દૂધ અને પેટ્રોલ પાછળ નથી કરતા તેનાથી વધારે ખર્ચ પાણી માટે કરવો પડે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને 24 કલાક પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ, તેના બદલામાં પાલિકા દ્વારા શહેરની મોટાભાગની સોસાયટીમાં પાણીના મીટર મુકવામાં આવ્યા છે. પરંતુ, પાલિકા દ્વારા લોકોને ગેરવ્યાજબી કહી શકાય તેટલી રકમના બિલ મોકલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે

   સ્થાનિકોનો આરોપ છે કે, જે લોકો મીટર દ્વારા પાણી નથી લેતા તેમનું બિલ પણ 1000થી વધારે આવે છે. જેટલો ખર્ચ તેઓ દૂધ અને પેટ્રોલ પાછળ નથી કરતા તેનાથી વધારે ખર્ચ પાણી માટે કરવો પડે છે.

   સ્થાનિક લોકો દ્વારા પાણી બિલના મુદ્દાને લઇને સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે પણ સ્થાનિક લોકોની સમસ્યા હતી એમની એમ જ છે. આ બાબતે અધિકારીઓ કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવાનું કહીને પોતે જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને કહી રહ્યા છે કે, કોઈ સમસ્યા નથી પણ કોઈ એકાદ કેસમાં SMCની ગણતરીમાં કોઈ ભૂલ હશે તો તેને ચેક કરવા માટે પાણી ખાતામાં સૂચનાઓ આપવામાં આવી છે.

(9:56 pm IST)