ગુજરાત
News of Thursday, 14th November 2019

શંખેશ્વરના બીલીયા ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું: આજુબાજુના ૧પ૦ થી વધુ ખેડૂતોએ તાલીમનો લાભ લીધો

        એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, પાટણ દ્વારા શંંખેશ્વર તાલુકાના બીલીયા મુકામે જીલ્લા અંદરની તાલીમ અંતગર્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની ખેડુત તાલીમનું આયાજન કરવામાં આવેલ બીલીયા તથા આજુબાજના ૧પ૦ થી વધુ સંખ્યામાં  હાજર રહેલા ખેડુત ભાઇઓ તથા બહેનોએ આ તાલીમનો લાભ લીધેલ.

        આ કાર્યક્રમમાં એન.એન. સાલવી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, અડીયા, એસ.એચ. પટેલ, નિવૃત્ત વિષય નિષ્ણાંત, કે.વી.કે. ડીસા, ડો.સેઘાભાઇ દેસાઇ, પશુચિકિત્સા અધિકારી, બીલીયા, શ્રી ડી.કે. રથવી જીલ્લા કન્વીનર, પ્રાકૃતિક ખેતી-પાટણ અશોકભાઇ ચૌધરી અને કમશીભાઇ દેસાઇ, બ્લોક ટેકનોલોજી મેનેજર સમી અને શંખેશ્વર, યોગેશભાઇ પટેલ અને નાનજીભાઇ દેસાઇ -આસી.ટેકનોલોજી મેનેજર સમી શંખેશ્વર, એચ.એ.પટેલ, સીનીયર રીસર્ચ ફલેો-અડીયા, નવીનભાઇ નાડોદા, રીલાયન્સ ફાઉન્ડેશન-શંખેશ્વર તથા રાજુભાઇ જાધવ, પ્રગતિશીલ ખેડૂત વિગેરેએ હાજર રહીને ખેડુોને સજીવ ખેતી તથા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

        સાલવીએ ખેડૂતોને સજીવ તથા પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન જાળવી રાખવા માટે સેન્દ્રીય તથા જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા તથા રોગ જીવાતના નિયંત્રણ માટે જૈવિક દવાઓનો વપરાશ કરવા સલાહ આપેલ.  રથવીએ ઘરે એક દેશી ગાય થકી ગૌ આધારીત ખેતી તરફ વળવા માટે ખેડુતોને અનુરોધ કર્યો હતો.

        પટેલે પ્રાકૃતિક ખેતીમા જમીનની તંદુરસ્તી માટે જીવામૃતનો ઉપયોગ કરવા તથા રોગ જીવાતના નિયંત્રણ માટે પ્રાકૃતિક પધ્ધતિઓ અપનાવવા જણાવેલ. રાજુભાઇએ ચણાના પાકમાં પોપટા ખાનારી ઇયળોના અસરકારક નિયંત્રણ માટે ખેતરમાં ફીરોમેન ટ્રેપનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ. તાલીમ અંતર્ગત ખેડુતોને જીવામૃત બનાવવાની રીત તથા તેના ઉપયોગ અંગેનું નિદર્શન બતાવવામાં આવેલ હતુ. કાર્યક્રમના અંતમાં ખેડુતોના ખેતી વિષય પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતુ.

(8:51 pm IST)