ગુજરાત
News of Thursday, 14th November 2019

આણંદ તાલુકાના સારસા નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રકે એકને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ:તાલુકાના સારસા ગામે રહેતા જશુભાઈ શનાભાઈ ભોઈ ગત ૧૧મી તારીખના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે છત્રસિંહ હરમાનભાઈ ઠાકોર સાથે મજૂરીના પૈસા લઈને સારસા-ખંભોળજ રોડ પરથી ચાલતા ઘર તરફ આવતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી અતુલ શક્તિ થ્રીવ્હીલ ટેમ્પી નંબર જીજે-૨૩, એક્સ-૯૦૫૭એ જશુભાઈને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા જેમાં મોઢા તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં ટેમ્પીમાં જ સારવાર માટે સારસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:41 pm IST)