ગુજરાત
News of Thursday, 14th November 2019

આણંદમાં સવારમાં ગઠિયાએ ખંભાતના મુસાફરની થેલી કાપીને 31 હજારની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી

આણંદ: શહેરના નવા બસસ્ટેન્ડમાં પરમદિવસના રોજ સવારના સુમારે કોઈ ગઠિયાએ ખંભાતના મુસાફરની થેલી કાપીને તેમાંથી ૩૧ હજારની મત્તાની ચોરી કરી લેતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ખંભાત ખાતે રહેતા અને ઝવેરાતનો ધંધો કરતાં કનૈયાલાલ મફતલાલ રાણા ગત ૧૧મી તારીખના રોજ સવારના સુમારે વિવિધ નંગો લઈને આણંદના અમૂલ ડેરી રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ મંદિર પાછળ રહેતા વેપારી નટવરભાઈ રાણાને બતાવવા માટે આવ્યા હતા. ત્યાંથી વડોદરા જવું હોય તેઓ નટવરભાઈના બાઈક પર આણંદના નવા બસસ્ટેન્ડે આવ્યા હતા અને વડોદરા જતી બસમાં ચઢવા જતા હતા ત્યારે કોઈ ગઠિયાએ ભીડનો લાભ લઈને તેમની થેલી કોઈ તી-ણ હથિયારથી કાપીને તેમાં મૂકેલા પોખરાજ ગુરૂના ૧૦, પન્ના બુધના ૮, મંગળના ૧૫, માણેકના ૫, તથા ચાંદીના બે પેન્ડલ માણેક જડેલ રીયલ મળીને કુલ ૩૧ હજાર તેમજ એટીએમ કાર્ડ, આધારકાર્ડ, હિસાબનો ચોપડો વગેરેની ચોરી કરી લીધી હતી.

(5:38 pm IST)