ગુજરાત
News of Thursday, 14th November 2019

આણંદ એસઓજીએ મધ્યરાત્રીના સુમારે બે જુગારધામ પર દરોડા પાડી 14 શખ્સોને 32 હજારની રોકડ સાથે દબોચ્યા

આણંદ: એસઓજી અને પેટલાદ શહેર પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કલાલ પીપળ અને મદની ચોક વિસ્તારમાં છાપાઓ મારીને પત્તા પાનાનો જુગાર રમતાં કુલ ૧૪ શખ્સોને ૩૨ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે એક શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહીહાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પેટલાદના કલાલ પીપળ ખાતે છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા લીયાકતઅલી ઉર્ફે એલકે અમીનમીંયા મલેક, રફીયોદ્દીન અજીમોદ્દીન શેખ, વસંતભાઈ જીવણભાઈ રાણા, સાહીદ ઉર્ફે અંબુ મોહંમદભાઈ શેખ, રૂકનોદ્દીન મૈયુદ્દીન શેખ, મકસુદભાઈ શોકતભાઈ સૈયદ, ઈમરાન ઉર્ફે નવ્વો હમીદભાઈ પઠાણ, ભરત ઉર્ફે ભલો જીવણભાઈ રાણા તથા રઝાક યાકુબભાઈ વ્હોરાને ઝડપી પાડીને રોકડા ૧૫૮૭૦ તેમજ ચાર મોબાઈલ સાથે કુલ ૧૭૮૭૦ની મત્તા કબ્જે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:37 pm IST)