ગુજરાત
News of Thursday, 14th November 2019

સુરત: વતનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવું દંપતીને ભારે પડ્યું: રિક્ષામાંથી બે બાઈક સવાર બે મંગળસૂત્ર સહીત મોબાઈલ ફોનની ચીલઝડપ કરી છનનન......

સુરત:વતન મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પોતાની રીક્ષામાં જઈ રહેલા સુરતના ઉધનાના રીક્ષાચાલકની પત્નીના ખોળામાંથી ગત સવારે રોકડીયા હનુમાન મંદિર પાસે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા બે મંગળસૂત્ર અને મોબાઈલ ફોન મળી રૂ.35,000ની મત્તાના પર્સની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના નાંદગાંવના વતની અને સુરતમાં ઉધના વિજયનગર પ્લોટ નં.32માં રહેતા 50 વર્ષીય રીક્ષાચાલક હનુમંત પુંડલીક બારસકાળે વતન મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગત સવારે પોતાની રીક્ષામાં પત્ની મંદા, પુત્રી દામીની અને પુત્ર શૈલેષ સાથે નીકળ્યા હતા. 

(5:28 pm IST)