ગુજરાત
News of Thursday, 14th November 2019

બાલાસિનોર-વીરપુર રોડ પર રાત્રીના સમયે બેકાબુ ટેમ્પાએ બાઇકને હડફેટે લેતા એકજ ગામના ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા: ઘટનાસ્થળેજ ત્રણે યુવાને દમ તોડ્યા

મહિસાગર: જિલ્લાના બાલાસિનોર- વિરપુર રોડ ગતરોજ રાત્રિના ૧૦ વાગ્યાના સુમારે બેકાબૂ ટ્વેરાએ સામેથી આવતા બાઇકને અડફેટે લેતા લુણાવાડા તાલુકાના વરધરી છાપરી ગામના ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

લુણાવાડા તાલુકાના વરધરી છાપરી ગામના ત્રણ યુવાનો બાઇક લઈને ફાગવેલના મેળામાં ગયા હતા અને રાત્રિના મેળામાંથી પરત ફરતી વેળાએ બાલાસિનોર વીરપુર પર બાઇક લઈને જતા હતા ત્યારે ભમરડા મહાદેવ મંદિર પાસે ટવેરા ગાડીના ચાલકે યુવાનોની બાઇકને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી ત્રણેયના ઘટનાસ્થળે મોત થયા હતા. બાલાસિનોર નજીક ભીમ મહાદેવ રોડ ઉપર ટાવેરા ગાડી પૂરઝડપે આવી હતી. 

(5:24 pm IST)