ગુજરાત
News of Thursday, 14th November 2019

ઇંદોરથી ટેમ્પામાં છુપાવીને લઇ જવાતો દારૂ-બિયરનો 10 લાખથી વધુનો જથ્થો પોલીસે જરોદ હાઇવે પરથી ઝડપી પાડ્યો

વડોદરા:ઇંદોરથી એક ટેમ્પામાં ખાલી કેરેટોની નીચે દારૂ અને બીયરની ૨૯૪૦ બોટલો છુપાવીને લાવતા ડ્રાઇવરને પોલીસે જરોદ હાઇવે પરથી ઝડપી પાડયો છે. દારૂનો આ જથ્થો અમદાવાદ લઇ જવાનો હોવાનું ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતિ મુજબ જિલ્લા એલસીબી સ્ટાફના માણસો વાઘોડિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મરૂન રંગના આઇશર ટેમ્પોમાં ખાલી કેરેટો ભર્યા છે તેમજ આ કેરેટોની નીચે દારૂ ભરીને વડોદરા તરફ લઇ જવાય છે તેવી બાતમીના આધારે હાલોલ-વડોદરા હાઇવે પર ડિસન્ટ હોટલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પામાં તપાસ કરતા કેરેટો નીચે દારૂની બોટલો  અને બીયરના ટીન ભરેલી ૨૨૫ પેટી મળી હતી. પોલીસે રૂ.૧૦.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:23 pm IST)