ગુજરાત
News of Thursday, 14th November 2019

શિયાળાના આગમન પહેલા જ યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા

રાજ્યમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં કમોસમીવરસાદ ચાલુ છે.  દિવાળી બાદ શિયાળાની શરૂઆત થવી જોઈએ તેને બદલે હજી સુધી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા  મુજબ શિયાળાની સત્તાવાર શરૂઆત હવે ૧પ નવેમ્બરના બદલે ર૦ નવેમ્બરથી થશે. જો કે શિયાળાના આગમન અગાઉ દર વર્ષે સાત સમંદરપારથી ગુજરાતના મહેમાન બનતા યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિને લીધે નદી, તળાવો, સરોવરો છલકાયેલા છે અને કયાંક ખેતરોમાં પણ પાણી ભરાયેલા હોવાથી આવા પક્ષીઓને પૂરતો ખોરાક મળી રહેશે. 

 

(4:45 pm IST)