ગુજરાત
News of Thursday, 14th November 2019

અમદાવાદીઓ ડાયાબીટીસની દવા પાછળ આશરે ૧૫૦ કરોડ ખર્ચી નાખે છે

 અમદાવાદ : ગળ્‍યુ ખાવાના શોખીન અમદાવાદીઓ દર મહિને ડાયાબીટીસની દવાઓ પાછળ લગભગ રૂ.૧૫૦ કરોડ ખર્ચે છે. શહેરમાં ડાયાબીટીસનો દરેક દર્દી દર મહિને આશરે રૂા.૧,૫૦૦નો ખર્ચ કરે છે. એમ ગુજરાતની જાણીતી જેનરીક મોડેસીન રીટેલ ચેઈન મેડકાર્ટ ફાર્મસીના તાજેતરના અભ્‍યાસમાં બહાર આવ્‍યુ છે.

આ અભ્‍યાસ અંગે મેડકાર્ટ ફાર્મસી પ્રાઈવેટ લીમીટેડના ફાઉન્‍ડર ડિરેકટર શ્રી અંકુર અગ્રવાલે જણાવ્‍યુ હતુ કે ગુજરાતમાં ૪૦ વર્ષથી ઉપરના ૩૬ ટકા લોકો ડાયાબીટીસના દર્દીઓ છે અને એટલે જ સ્‍વાભાવિક રીતે ગુજરાત ડાયાબીટીસ કેપીટલ કહેવાય છે. વિવિધ ઈન્‍ડસ્‍ટ્રી રીપોર્ટ્‍સ અને અમારા બિઝનેસમાંથી મળતી જાણકારીઓના આધાર પરથી અમે કહી શકીએ કે ગુજરાતમાં ડાયાબીટીસની દવાઓનું બજાર વાર્ષિક રૂા.૩૬૦૦ કરોડ જેટલુ છે. અમદાવાદમાં ડાયાબીટીસનો દરેક દર્દી મહીને ડાયાબીટીસની સારવાર પાછળ રૂા.૧૫૦૦ જેટલો ખર્ચ છે.

આ આંકડા ચિંતાજનક છે અને શહેરીજનોની બિનતંદુરસ્‍ત જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે મોટાપાયે જાગૃતતા અભિયાન લાવવાની જરૂર છે. સપ્‍ટેમ્‍બર ૨૦૧૪માં બે યુવાન ઉદ્યોગસાહસીકો દ્વારા શરૂ કરાયેલી આ કંપની દર વર્ષે ૨૦ કરોડનું ટર્નઓવર કરે છે. કંપનીના કુલ વેચાણ પૈકી ૯૦ ટકા જેટલુ વેચાણ ડાયાબીટીસ અને હૃદયરોગને લગતી સમસ્‍યાઓ જેવા ગંભીર રોગોની દવાઓનું થાય છે.

(3:53 pm IST)