ગુજરાત
News of Thursday, 14th November 2019

એશિયન ગ્રેનીટો ઈન્‍ડિયા લી.નો બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્‍ખો નફો ૧૨.૬૧ કરોડ

અમદાવાદ : ભારતની અગ્રણી ટાઈલ્‍સ કંપનીઓમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લીમીટેડે (એજીઆઈએલ) નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં અભૂતપૂર્વ નાણાકીય કામગીરીનું પ્રદર્શન કર્યુ છે. સ્‍થાનિક બજારમાં વેચાણમાં ૨૦ ટકા વૃદ્ધિ, નિકાસોમાં ૮૦ ટકાનો વધારો અને એબીટામાર્જીનમાં ૧૭૯ બેસીસ પોઈન્‍ટ્‍સના સુધારા સાથે એજીઆઈએલે સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ.૧૨.૬૧ કરોડનો ચોખ્‍ખો નફો દર્શાવ્‍યો છે.

જે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.૪.૪૫ કરોડના ચોખ્‍ખા નફા કરતા ૧૮૩ ટકા વધુ છે. સ્‍થાનિક બજારોમાં ભૌગોલિક વિસ્‍તરણ, નિકાસો પર વધુ ધ્‍યાન અને ટકાઉ માર્કેટીંગના પગલે સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળા માટે કુલ વેચાણો રૂ.૨૫૬.૯૦ કરોડ રહ્યા હતા. જે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.૨૮૨.૫૨ કરોડના ચોખ્‍ખા વેચાણો કરતા ૨૬.૩ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબીટા રૂ.૨૯.૧૬ રહી હતી. જેની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં એબીટા રૂા.૧૮.૦૩ કરોડ રહી હતી. હાઈમાર્જીન પ્રોડકટસમાં સરેરાશ રીયલાઈઝેશન થયેલો સુધારો - અસરકારક પ્રોડકટ મિકસ ઉત્‍પાદન ક્ષમતાઓમાં સુધારો અને ઉંચા કેપીસીટી યુટીલાઈઝેશનના લીધે આ શકય બન્‍યુ હતું. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ આવક રૂા.૪.૨૩ રહી હતી.

(3:51 pm IST)