ગુજરાત
News of Thursday, 14th November 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનુ વિરમગામ પંચ દશાબ્દી પાટોત્સવ શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણનો પ્રારંભ

પ.પુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ કથારૂપે અમૃતનું રસપાન કરાવ્યું, પ્રથમ દિવસે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

 

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: પુ ધુ આચાર્ય શ્રી 1008 કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભાશીર્વાદાત્મક આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું વિરમગામ પંચ દશાબ્દી પાટોત્સવ નિમિત્તે બુધવારે શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણનો સિધ્ધનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણના પ્રથમ દિવસે .પુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ કથારૂપે અમૃતનું રસપાન કરાવ્યું હતું. કથાના પ્રથમ દિવસે મુળીના મહંત સ્વામી શ્યામસુંદરદાસજી, સોકલી ગુરુકુળના રઘુવીર સ્વામી, મોરબીના સ્વામી ભક્તિનંદનદાસજી, સાંખ્યયોગી આનંદીબા, સાંખ્યયોગી સુનિતા બા સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી સ્વામીનારાયણ સત્સંગ મંડળ વિરમગામના સત્સંગીઓ, નગરજનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો કથાનો લાભ લઇ રહ્યા છે.

     પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, બાપ નું જીવન કવન દીકરો લખે પણ દીકરા નું જીવન કવન બાપ લખે. દીકરા ના વખાણ બાપના મોઢા માંથી નીકળી જાય. એક માણસ એક વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ તેનો શ્રીમદ સત્સંગીજીવન ગ્રંથ છે. દીકરો મૂડી છે અને તેના દીકરા વ્યાજ છે. જો મૂડીમા ફેલ ગયા હોય તો વ્યાજ ને સત્સંગી અવશ્ય બનાવજો. બાળક નાનો હોય ત્યારથી સમજણથી શાંતિથી આત્મીયતાથી પૂજા કરાવશો તો તે અવશ્ય પૂજા કરશે. બાળકોને નાનપણથી સંસ્કાર આપવા, મંદિરે લઈ જવા, પૂજાપાઠ કરાવવા જોઈએ. બાળક મોટો થઈને સંત થાય, કોઈનો ઉદ્ધાર કરે તેવા સંસ્કાર આપવા જોઈએ. માનવીએ મક્કમ નિર્ણય કરવો જોઈએ. નરેન્દ્રભાઈ મોદીને ખબર નહોતી કે તેઓ મુખ્યમંત્રી બનશે પણ તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે ભારતના વડાપ્રધાન બનવાનું નક્કી કર્યું હતુંતેઓએ નક્કી કર્યું હતું કે રામ મંદિર બનાવીશ, 370 ની કલમ હટાવીશ અને તેમણે નિર્ણય કર્યો કામ પૂરું પણ કર્યું છે

 

(9:29 pm IST)