વડોદરામાં બાઈક, ફોર વ્હીલ ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીની ધરપકડ :1,15 લાખનો મુદામાલ જપ્ત
વડોદરા : શહેરમાંથી છેલ્લા કેટલાક સમયથી બાઈક અને ફોર વ્હીલ ચોરીનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢયો છે. પોલીસે વેગેનાર, એક્ટિવા અને બે પલસર બાઈક સાથે 1,15,000 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ વડોદરા શહેરમાંથી છેલ્લા અઢી માસથી થતી બાઈક અને ફોર વ્હીલ ચોરી થતી હતી. બાઇક અને ફોર વ્હીલ ચોરીની ફરીયાદ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી. ફરિયાદના આધારે પોલીસે બાઇક અને ફોર વ્હીલ ચોરી અગે તપાસ શરૂ કરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાનચે બાઇક અને ફોર વ્હીલ ચોરી અગેનો ભેદ ઉકેલી કાઢયો છે.પોલીસે વેગેનાર, એક્ટિવા અને બે પલસર બાઈક સાથે 1,15,000 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બને આરોપીઓ સગીર વયના હોવાનું બહાર આવ્યું હતું તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરીની વેગેનાર, એક્ટિવા અને બે પલસર બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન બંન્ને આરોપીઓ ચોરીના ગુનામાં પકડાયા હોવાની કબુલાત કરી હતી.