ગુજરાત
News of Wednesday, 14th November 2018

સિંહોને અપાતી સીવીડી રસીકરણ અટકાવવા પર્યાવરણ બચાવ સમિતિએ આવેદન આપ્યું

નોળિયાની રસી સિંહોને આપવામાં આવે તો સિંહના જીવ પર જોખમ ઊંભુ થઈ શકે

અમદાવાદ :સિંહોના થયેલા ટપોટપ મોત બાદ સરકાર દ્વારા સિંહોને આપવામાં આવતી સીવીડી રસીકરણને અટકાવવા પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

  આ સમિતિનો આરોપ છે કે, સિંહોને જે રસી આપવામાં આવી રહી છે. તે નોળિયાને આપવામાં આવે છે. નોળિયાની રસી સિંહોને આપવામાં આવે તો સિંહના જીવ પર જોખમ ઊંભુ થઈ શકે છે. જેથી આ રસીકરણને તુરંત અટકાવવામાં આવે. પર્યાવરણ બચાવ જૂનાગઢના મુખ્ય વનસંરક્ષકને ઉગ્ર રજૂઆત કરી છે.

  પર્યાવરણ બચાવ સમિતિનું કહેવુ છે કે, જે દેશમાં એક પણ સિંહનું અસ્તિત્વ નથી. ત્યાંથી રસી મગાવીને સિંહોને રસી આપવામાં આવે છે.

(12:08 am IST)