વડોદરા નજીક પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ: બે જુગારીઓની ધરપકડ
વડોદરા:શહેર નજીકના સમસપુરા ગામે પોલીસની રેઇડ પડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે બે જુગારીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના સમસપુરા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૧. મેહુલ મણીલાલ વણકર અને ૨. તરૃણ જયંતિભાઇ તડવી (બન્ને રહે. સમસપુરા ગામ તા. વડોદરા) ને વરણામાં પોલીસે ઝડપી પાડયાં હતાં. જ્યારે સ્થળ પરથી ૧. ચંદ્રકાંત અભેસીંગભાઇ પાટણવાડિયા ૨. શશીકાંત મંગળભાઇ રાઠોડિયા (બંન્ને રહે. મુસ્તુપુર ગામડી તા. વડોદરા) અને ૩. નરેશ રાવજીભાઇ રાઠોડિયા ૪. હેમંત મયુરભાઇ નાયક (બંન્ને રહે. સમસપુરા ગામ તા. વડોદરા) નાસી છૂટયા હતાં. પોલીસે સ્થળ પરથી ત્રણ મોટરસાયકલ એક રીક્ષા, મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા સહિત કુલ રૃપિયા ૧,૯૧,૫૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.