ગુજરાત
News of Wednesday, 14th November 2018

ટાટા મોટર્સ દ્વારા સ્‍મોલ કમર્શીયલ વ્‍હીકલ્‍સના ખરીદદારો માટે ‘તીન કા ત્‍યોહાર'

ત્રણ આકર્ષક ઓફરઃ ફ્રી સોનાનો સિક્કો,વીમો

અમદાવાદ તા.૧૪: ટાટા મોટર્સે તેનાં અત્‍યંત લોકપ્રિય સ્‍મોલ કમર્શિયલ વેહિકલ્‍સ (એસસીવી) ટાટા એસની સફળતાની ઉજવણી કરવા માટે તેની નવી તીનકા ત્‍યોહાર ઝુંબેશ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આજ સુધી ૨૦ લાખ ટાટા એસ વાહનો વેંચ્‍યા છે.

આ સિદ્ધીની ઉજવણી કરતાં કંપનીએ તેનું સ્‍મોલ કમર્શિયલ વેહિકલ્‍સ (એસસીવી) ના ખરીદદારો માટે ૭ આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે. આ તહેવારની મોસમમાં ખરીદી કરવામાં આવનાર દરેક ટાટા મોટર્સ એસસીવી વાહન પર ખરીદદારને વાહન  જયાંથી ખરીદી કરવામાં આવ્‍યું હોય તે પ્રદેશને આધારે મફત સોનાનો સિક્કો રૂા. ૧૦ લાખના રક્ષણ સાથેનો અંગત વીમો અને આકર્ષક માસિક કન્‍ઝયુમર યોજના પ્રાપ્ત થશે, આ ઓફર ૩૦મી નવેમ્‍બર સુધી નવી રજુ કરાયેલી ટાટા એસ ગોલ્‍ડ સહિત કમર્શિયલ વાહનોની સંપૂર્ણ એસવીવી શ્રેણીમાં લાગું થશે. ટાટા મોટર્સના સેલ્‍સ અને માર્ર્કટીંગના હેડશ્રી આર.ટી.વાસને આ કેમ્‍પેઇન વિશે બોલતા જણાવ્‍યું હતું કે ૨૦૦૫માં લોન્‍ચ કરાઇ ત્‍યારથી ટાટા એસ ભાનમાં એસસીવી સેગમેન્‍ટમાં આગેવાન બનવા સાથે હજારો વેપાર સાહસિકોને પરિવહન અને લોજિસ્‍ટિકસ ઉદ્યોગમાં તેમની વેપાર આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ પણ થઇ રહી છે. ટાટા એસ દરેક ત્રણ મિનિટે એક વાહન વેચાણની અદ્દભુત સિદ્ધિ સાથે નવા ગ્રાહકો માટે શ્રેણીબદ્ધ ઓફર્સ રજૂ કરીને આ સિદ્ધિની ઉજવણી કરવા માગીએ છીએ કેમ્‍પેઇન શરૂ થતાં જ શોરૂમમાં મોટી સંખ્‍યામાં ગ્રાહકો આવી રહયા હોવાનું જણાવ્‍યું હતું.

(3:42 pm IST)