ગુજરાત
News of Thursday, 14th October 2021

વિપક્ષના ધારાસભ્યો છે તે બેઠક અને નિવૃત થતા હશે તે બેઠકો ઉપર નવા ચહેરા શોધીશુ : સી.આર.પાટીલ

૧૦૦ જેટલા નવા ધારાસભ્યો શોધવાના નિવેદન બાદ ભાજપ પ્રમુખની સ્પષ્ટતા

રાજકોટ,તા. ૧૪: ૧૦૦ નવા ચેહરાઓ વિશે નિવેદન બાદ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી છે. ઙ્ગપાટીલે કહ્યું કે, જયા વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચેહરા શોધીશું. ૭૦ નથી એ નવા ચહેરા હશે. હાલના ધારાસભ્યોમાંથી કેટલાક નિવૃત થશે આવા સંજોગોમાં મેં કહ્યું હતું ૧૦૦ નવા ચહેરા હશે. ૧૧૨ ધારાસભ્યોમાંથી નિવૃત થતા હશે ત્યા પણ નવા ચેહરા શોધીશું. સંપૂર્ણ નો રિપિટની કોઈપણ વાત નથી. જે કાર્યકરને લોકો સ્વિકારશે તેને ટિકિટ મળશે. ભાજપના તમામ કાર્યકરોમાંથી કોઈને પણ ટીકીટ મળી શકે.ઙ્ગ

સાબરકાંઠા ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ૧૦૦ જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે. ધારાસભ્યોએ બંધબેસતી પાદ્યડી પહેરવી નહીં. ધારાસભ્યોનું નક્કી ઉપરથી થાય છે.ઙ્ગહું કોઈને કાપી શકુ નહી હું કોઈને આપી શકુ નહીં. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે. ટિકિટ આપતા પહેલા ૫ થી ૬ સર્વે કરાવાયા છે. ત્યારે હવે પાટીલના ૧૦૦ જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ નો-રિપિટ થિયરી ૨૦૨૨માં પણ લાગુ થાય તેવી ચર્ચા શરૂ થતા ભાજપ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થોડા દિવસ અગાઉ સોમનાથના વેરાવળમાં એક નિવેદન આપ્યું હતું કે ટિકિટ માટે કોઈની લાગવગ નહીં ચાલે. પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોર્ટ હશે તેને જ ટિકિટ મળશે. માત્ર લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે. એટલે કે નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને તક મળશે. પાટીલે આવી બાહેંધરી આપી હતી.

(3:48 pm IST)