ગુજરાત
News of Thursday, 14th October 2021

વડોદરામાં કોરોના કાબુમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું

તાંદળજા, અકોટા, પંચવટી, ગોત્રી અને સુભાનપુરામાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો વધ્યા

વડોદરા :શહેરમાં ડેન્ગ્યૂના 49 અને ચિકનગુનિયાના માત્ર 9 કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ તાવના 225 કેસ વિવિધ વિસ્તારમાં આવ્યાં હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં હવે બંનેના કેસો ઘટી રહ્યાં છે. બીજી તરફ તાંદળજા, અકોટા, પંચવટી, ગોત્રી અને સુભાનપુરામાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે.

  વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

(12:15 pm IST)