ગુજરાત
News of Thursday, 14th October 2021

અમદાવાદ-સુરતમાં ફાફડાનો ભાવ ૫૦૦ થી ૮૦૦ તથા જલેબી ૬૦૦ થી ૯૬૦ની કિલો : ઉજવણી મોંઘી પડશે

કોરોનાકાળમાં મોંઘવારી બેફામ-ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને

અમદાવાદ,તા. ૧૪:દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પડી રહેવાનો છે એ નક્કી છે. આમ તો દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ગુજરાતીઓઓ દરવર્ષે એક જ દિવસે આરોગી જાય છે પણ આ વખતે જે રીતે ખાદ્ય તેલનો ભાવ ઉછાળા મારી રહ્યો છે તે રીતે આ વખતે ફાફડા અને જલેબીની જયાફત મોંદ્યી પડી રહેવાની છે. દશેરા નિમિત્ત્।ે અમદાવાદમાં ફાફડા ૫૦૦થી ૮૦૦ અને જલેબી ૬૦૦થી ૯૬૦ સુધી ભાવ પહોંચ્યા છે. જયારે સુરતમાં  પણ આ વર્ષે ૫૦ ટકા ઓડર ઓછા છે. જોકે તેલના વધેલા ભાવને કારણે ફાફડા જલેબીમાં સીધો ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.

 સુરતમાં કોઈપણ તહેવાર હોય સુરતી લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવણી કરતા હોય છે ત્યારે આવતી કાલે દશેરાને લઈને સુરતના સુરતી કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગતા હોય છે. જોકે દશેરાના લીધે ફરસાણના વેપારી આગલે દિવસથી  તૈયારી કરતા હોય છે. દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર ફાફડા જલેબી લેવા લાઇન લાગતી હોય છે. જેને પગલે લોકો આગલે દિવસથી ઓર્ડર આપતા હોય છે. પણ આ વર્ષે મંદી ને લઈને ઓર્ડર નહીવત છે.

કોરોનાના કારણે આ વખતે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર અને રાવણ દહનના આયોજન પર તો તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. પણ દશેરાએ અમદાવાદમાં વેચાતા કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું શુ. દશેરાના દિવસે શહેરમાં ખૂણે ખૂણે ફાફડા અને જલેબીની હાટડીઓ ખુલી જાય છે. નાનામાં નાનો વેપારીથી માંડીને જાણીતી ફરસાણની બ્રાન્ડના વેપારીઓએ ફાફડા અને જલેબીમાં સારી એવી કમાણી કરી લે છે. દશેરને લઈ ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરે છે.

અમદાવાદમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફાફડા જલેબીના વેચાણ માટે તમ્બુ લાગી જાય છે. જોકે એક તરફ સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ડબ્બાનો ભાવ ૨૫૦૦ની પાર પહોંચી ગયો છે જેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર થઈ છે. અમદાવાદમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ફાફડા જલેબીના  વેચાણનો ભાવ નક્કી કરાયો છે.

 જેમાં દશેરા નિમિત્ત્।ે ફાફડા ૫૦૦થી ૮૦૦ અને જલેબી ૬૦૦થી ૯૬૦ સુધી ભાવ પહોંચ્યા છે. આમ તો દશેરાના દિવસે ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે. અને જાણે કે ફાફડા જલેબીની જયાફત ઉડાવવાનો આ એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જતા હોય છે. જોકે આ વખતે સ્થિતિ જુદી છે. મોંદ્યવારી પણ સાતમા આસમાને છે. તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. જેથી આ વખતે તો લોકોએ ફાફડા જલેબી આરોગવા કે પછી માત્ર ચાખવા તે સૌથી મોટો સવાલ તેમના માટે છે.

(9:53 am IST)