ગુજરાત
News of Thursday, 14th October 2021

પોસ્ટની નાની બચત યોજનામાં સારી કામગીરી કરનાર મહિલાને "બેસ્ટ પરફોન્સ એવોર્ડ" થી સન્માનિત કરાયા

પગપાળા ચાલીને નાની બચતનું કામ 25 વહેલા શરૂ કર્યું : 12 વર્ષથી સૌથી વધુ કામ કરતા હેમલત્તાબેને રાજપીપળાની પોષ્ટ શાખાને અવ્વલ બનાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નારી તું નારાયણી, નારી અબળા નથી પણ સબળ છે એ વાત સાબિત કરતા રાજપીપળાના નવાપરા માં રહેતા હેમલત્તાબેન સુભાષભાઈ જોષી કે જેમને પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ દ્વારા બેસ્ટ પર્ફોમન્સ ઓફ ઘી યર તરીકે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.રાજપીપલા પોસ્ટ માસ્ટર હેમુભાઈ વસાવાએ હેમલતાબેન જોષીને એવોર્ડ એનાયત કરી સન્માન કર્યું હતું. 25 વર્ષથી નાની બચત યોજનામાં ઘરે ઘરે જઈ લોકોને નાણાં  રોકાણ ની સ્કીમ સમજાવે આમ જોતજોતા હજારો ખાતા પોસ્ટમાં રીકરીંગ ના ખોઆવ્યા, આજે 3000 હાજરથી વધુ ખાતાઓ તેમની પાસે છે અને 7 કરોડથી વધુ તેમનું ટર્નઓવર છે. એક વાર જે કામ હાથ માં ઉપાડ્યું પછી પાછળ જોવાનું નહિ એવી સમજ થી આગળ વધ્યા, 2009માં પ્રથમ બેસ્ટ એવોર્ડ તત્કાલીન  મુખ્ય મંત્રી નરેદ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ લીધો ત્યારેથી દર વર્ષે પ્રથમ હરોળમાં રહ્યા. અને પોતે નંબર વન  રહી ભરૂચ નર્મદા જિલ્લાઓમાં રાજપીપળાની બ્રાન્ચને પણ પ્રથમ નંબરે આખી સન્માન અપાવી રહ્યા છે.

આ બાબતે હેમલત્તાબેન જોષી  એ જણાવ્યું હતું કે મેં પોતાની જયારે પોતાના પગભર થવાનું વીચાયું ત્યારે પોસ્ટ ખાતામાં જઈને મહિલા એજન્ટ બની 1997માં સરકારની નાનીબચત યોજના માટે રીકરીંગ ખાતા ચાલુ કર્યા 10 રૂપિયાના , 20 રૂપિયાના ચાલુકારી પગપાળા ફરી ને જે ઉત્સાહ થી કામગીરી કરી એક પછી એક ટાર્ગેટ પુરા કાર્ય અને 2009 માં પ્રથમ એવોર્ડ મળ્યો આજે બીજો એવોર્ડ મળ્યા હૂતો કહું છું કે મહિલા કોઈ ફિલ્ડમાં પાછળ નથી મહિલાઓ ધારે તે કરે જેથી હંમેશા મહેનત કરો સફળતા મળેજ છે મને પોસ્ટ વિભાગ મારા પરિવાર અને મારા રાજપીપળાના લોકોકે જેમણે  મારાપર વિશ્વાસ મૂકી ખુબ સહકાર આપ્યો છે. બધાની હું આભારી છું
જયારે પોસ્ટ માસ્ટર હેમુભાઈ વસાવાએ જણવ્યું હતું કે ભરૂચ નર્મદા માં તમામ પોસ્ટ ઓફિસોમાં સૌથી સારી કામગીરી રાજપીપલા પોસ્ટ ઓફિસ ની છે 2000-2001 માપોસ્ટ ઓફિસને સારી કરમગીરી માટે એવોર્ડ મળ્યો હતો સારીકામગીરી કરનાર પોસ્ટ માસ્ટર તરીકે મને પણ એવોર્ડ મળ્યો હતી આજે હેમલત્તાબેન ને મળ્યો છે જે અમારા પોસ્ટ ઓફિસનું ગૌરવ છે. તેમની કામગીરી દર વર્ષે વધુ ને વધુ સુંદર બનતી જાય છે. 2009 થી તેઓ દર વર્ષે નંબર 1 પર આવે છે. સુધી વધુ ટર્નઓવર હેમલત્તાબેન નું જ આવે છે. જે આનંદ ની વાત છે

(10:36 pm IST)